Home

હર્ષ શ્રીમાળી

All Rights Reserved

  કોકવાર થાય કે  

 કોકવાર થાય કે  નદીઓના નીરમાં રમવું છે,

હસતાં ગાતાં – રમતાં રમતાં તેનામાં રહેવું છે  

કોક્વાર થાય કે ટમટ્મતાં તારાઓ સાથે ટમકવું છે,

ને કોક્વાર થાય કે ચંદ્રની ચાંદનીમાં ચમક્વું છે  

કોક્વાર થાય કે ઝરમર ઝરમર વરસ્તાં વરસાદમાં વરસવું છે,

ને કોક્વાર થાય કે મેઘધનુષ્યનાં રંગોમાં રંગાવું છે  

શમણાંઓની પાંખે બેસીને, નીલ ગગનને ચીરતાં ,

‘હર્ષ’ કોકવાર થાય કે સુર્ય તેજમાં પહોંચવું છે

– હર્ષ શ્રીમાળી          

તું સાથ દે તો    

તું સાથ દે તો,  અંબર ને આંબી લઈએ  

તું સાથ દે તો, 

જીવનમાં નવરંગ ભરી લઈએ  

તું સાથ દે તો, 

તો ‘હર્ષ’ ભેર તારી સાથે ચાર ડગલાં ચાલી લઈએ    

ચાલ જીવન જીવી લઈએ

બધીજ ઉપાધિયો ને દુવિધાઓ ને કોરે મુકી ચાલ જીવી લઈએ

ઘુંઘવાટા મારતાં દરિયાનાં મોંજા બનીને પથ્થરોને ફોડી દઈએ  

મરી ને મરીને જીવે છે પળ -પળ

આ પાર કે પેલે પાર ચાલ જીવનની લડાઈ લડી લઈએ

કોયલના ટહુકે ને ફૂલોની ફોરમે

શ્વાસે શ્વાસે ચાલ વસંતને ભરી લઈએ  

સુકાં વન જેવું મન, ને તરસી ઈચ્છાઓ

એક-મેક્ના સ્નેહ વરસાવીને ભીનાસ ભરી લઈએ

ખરબચડો કાંટાળો આ જીવનનો પંથ છે

પાર કરવાની, ચાલ હામ ભરી લઈએ  

-હર્ષ શ્રીમાળી

     

      દર સપ્તાહે મળીશું…નવાજ સ્પંદનો અને લાગણીઓના ઉમળકાં સાથે….

  અહીં જ આવતાં સપ્તાહે…આવજો

મારો પરિચય

  પરિચય જાણવાં અહીં કલિક કરો , Know me- About

Rating: 1 out of 5.
Comment

તો દોસ્તો કેવો લાગ્યો આ મારો બ્લોગ?

જો કોઈ ભુલ થાઈ તો માફ કરશો અને સરસ લાગે તો પ્રોત્સાહન અને સલાહ તમારા પ્રતિભાવ રૂપે જરૂરથી આપશો.  

આપણા સૌનાં સ્નેહ રૂપી પ્રતિભાવની આશા સહ,  

-હર્ષ શ્રીમાળી  

Get in Touch – Follow Me

Mehsana
City, Gujarat 384001
India

તમારા મુલ્યવાન સલાહ-સુચનો અને પ્રતિભાવો મોકલો/Send Us Your valuable feedback /Comment/Message